મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ


SHARE













મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ

                  જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા આપણા રાજ્યની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ અને લોક કળાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના લોકડાયરા, માહિતી પ્રદર્શન અને વિવિધ ખાસ લેખના પ્રચાર પ્રસારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનાથી નાગરિકો સુધી આપણી મહાન સંસ્કૃતિનો મહત્તમ રીતે પ્રચાર પ્રસાર થઈ શકે.

             આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાના માર્ગદર્શન મુજબ દિવાળી અને નુતન વર્ષના પવન પર્વ પર ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરવામાં આવી હતી. આ લીંપણ આર્ટમાં આભલા, સતારા, ગોબર અને વિવિધ ઓઈલ કલરનો ઉપયોગ કરીને તેને રંગોળીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે.

          સદીઓ જૂની આપણી આ લોકકલા એ સૌરાષ્ટ્ર પંથકની વિશેષ ઓળખ છે. ખાસ કરીને તે કચ્છ તરફના ગામડામાં વધુ પ્રચલિત છે. આ વિસ્તારોમાં ઘરે ઘરે લોકો લીંપણ કળા, ભરત ગૂંથણ, ભીંતચિત્રો, વાંસકામ અને ભાતીગળ ચિત્રો બનાવવામાં માહેર હોય છે. આ કલાના સુંદર પ્રદર્શન થકી મોરબી જિલ્લા માહિતી કચેરીએ તેના મહત્તમ પ્રચાર પ્રસારની એક અનોખી પહેલ કરી છે. ખાસ કરીને ગણપતિ, રાસ ગરબા, મહાદેવ, પાર્વતી, શુભ લાભ અને વિવિધ પ્રકારના ધાર્મિક ચિહ્નોની કોતરણી કરવામાં આવે છે.

                આ સંપૂર્ણ આયોજન બદલ અત્રેની કચેરીના માહિતી મદદનીશ જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, સેવક કિશોરપરી ગોસ્વામી અને અજય મુછડીયાએ સહયોગ આપ્યો હતો અને સમગ્ર જિલ્લા સેવા સદનમાં આપણા મહાન સાંસ્કૃતિક પર્વની અનોખી અને સુંદર ઝાંખી રજૂ કરી હતી. આવા સુંદર આયોજન બદલ સમગ્ર સેવા સદનના કર્મયોગીઓએ સુશ્રી પારૂલબેન આડેસરાની સરાહના કરી હતી.




Latest News