મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો
SHARE
મોરબીમાં પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ-છાપરું લગાવતા વૃદ્ધને પાડોશમાં રહેતા પિતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકની પાછળના ભાગમાં આવેલ વિજયનગર-1 માં રહેતા વૃદ્ધ પોતાના ઘરની દીવાલમાં લોખંડી એંગલ તથા છાપરું કરાવતા હતા જે પાડોશમાં રહેતા પિતા-પુત્રને સારું ન લાગતા તે બંનેએ વૃદ્ધને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોકમાં વિજયનગર-1 ખાતે રહેતા રણછોડભાઈ વનજીભાઈ કાચરોલા (64)એ હંસરાજ કાવર અને તેના દીકરા જીગ્નેશ હંસરાજભાઈ કાવર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ઘરની ગેલેરીમાં સામેવાળાના ઘરની દિવાલમાં આવેલ બારીમાંથી કોઈ પણ આવી જઈ શકે તેમ હોવાથી તે બંધ કરવા માટે થઈને તેઓ પોતાની દીવાલમાં લોખંડની એંગલ અને છાપરુ લગાવતા હતા જે સામેવાળાને સારું ન લાગતા તેણે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો આપીને વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ આ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
કાર સાથે કાર અથડાવતા અકસ્માત
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સિલ્વર સીટી એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધર્મેશભાઈ હર્ષદભાઈ ગોરસીયા (34)એ હાલમાં એક્સયુવી કાર નંબર જીજે 1 ડબલ્યુએસ 3528 ના ચાલક નિર્ભય બાલમુકુંદભાઈ ઠક્કર રહે. અમદાવાદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી ફરિયાદી પોતાના હવાલા વાળી કાર નંબર જીજે 3 એચકે 2512 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળી કાર તેઓની ગાડીમાં પાછળના ભાગે અથડાવી હતી જેથી કરીને ફરિયાદીની કારમાં નુકસાની થયેલ છે અને તેની કારમાં બેઠેલા જયશ્રીબેનને કમરના ભાગે મણકામાં ફ્રેક્ચર જેવી ઇજા કરતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ધર્મેશભાઈ ગોરસિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નિર્ભય ઠક્કર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે