મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ


SHARE





મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ તાલુકા પોલીસ લાઈન ખાતે રહેતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કોઈ કારણસર ગઈકાલે બપોરથી ગુમ થઈ ગયેલ છે અને ઘરે કોઈને કશું કહ્યા વગર તે નીકળી ગયેલ હોય આ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે ગુમ થયેલા કોન્સ્ટેબલને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે

મૂળ રાજકોટ જિલ્લાના ખડકાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મોરબી તાલુકા પોલીસ ખાતે રહેતા રાજુભાઈ ભોળાભાઈ બાવળીયા (32) નામનો યુવાન ગઈકાલે તા. 17 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે આવેલા ક્વાર્ટર નંબર 77 માં પોતાના ઘરે હતો અને ત્યાંથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને પોલીસ અને પરિવાર દ્વારા તેને શોધવા માટેની તજવીજ કરવામાં આવી છે અને ગુમ થયેલ પોલીસ કોન્સ્ટેબલને કપાળના ભાગે જૂનું વાગેલાનું નિશાન છે તથા ઘરેથી તે નીકળ્યો હતો ત્યારે પીળા કલરનો શર્ટ અને બ્લેક કલરનું પ્રિન્ટ તેને પહેર્યું હતું અને તેને ચશ્મા પણ છે જેથી આ અંગેની જાણ કોઈને જાણ થાય કે પછી કોઈ માહિતી હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63572 40718 અથવા તો તપાસ કરનાર અધિકારી હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયાના મોબાઈલ નંબર 97140 64419 ઉપર સંપર્ક જાણ કરવા જણાવ્યું છે




Latest News