મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું


SHARE









ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું

ભીલવાડાથી ગૌમાતા ના સંરક્ષણ અને તેને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો અપાવવાના પવિત્ર સંકલ્પ સાથે 12 જ્યોતિર્લિંગની અને ચાર ધામ પદયાત્રા પર શક્તિસિંહ નીકળેલ છે અને તેઓ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પહોચ્યા હતા ત્યારે ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભીલવાડાથી શક્તિસિંહ પદયાત્રાએ નીકળ્યા છે તે આશરે 17 હજાર કિલોમીટરની છે અને ખાસ કરીને દેશભરમાં ગૌ સંરક્ષણ અને ગૌમાતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ સાથે યુવાને યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 715 માં દિવસે તેઓ સોમનાથ અને દ્વારિકા દર્શન કરી લીધા છે અને હવે તેઓ ઉજજૈન જઇ રહ્યા છે તેવામાં હળવદ ખાતે શક્તિસિંહ પહોચ્યા હતા ત્યારે વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું હળવદ ખાતે સ્થાનિક આગેવાનો, ગૌભક્તો અને યુવાઓ દ્વારા શક્તિસિંહનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ શક્તિસિંહના આ પવિત્ર અભિયાનને બિરદાવ્યું હતું અને તેમની હિંમત તથા સમર્પણની પ્રશંસા કરી હતી.




Latest News