મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષની પ્રથા મુજબ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે
SHARE
મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષની પ્રથા મુજબ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે
મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન દરવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે.
આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ અનેરુ આયોજન
છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ
૧. મનોવિકલાંગ બાળકો
૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો
૩. અંધજનો
૪. ભિક્ષુકો
૫. શહીદ પરિવાર
૬. વૃધ્ધાશ્રમ ના વડીલો
૭. અનાથાશ્રમ ની બાળાઓ
૮. કીન્નરો
૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ
૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ
૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડ ના જવાનો.
૧૨. હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ
૧૩. પી.જી.વી.સી.એલ. ના વાયરમેન
શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાનાર પંચવિધ કાર્યક્રમો
તાઃ૮-૧૧-૨૦૨૪ શુક્રવાર, કારતક સુદ ૭
સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન
સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન
સવારે ૧૧ઃ૩૦ કલાકે-વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ
બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી
બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ.
આ વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. દરેક જલારામ ભક્તોને પધારવા તેમજ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.