માળિયા (મી)ના નાની બરાર પાસે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
માળિયા (મી)ના નાની બરાર પાસે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામ તરફ જવાના રસ્તા ઉપર બાઈક પસાર થયેલું હતું ત્યારે બાઈકને રીક્ષા ચાલકે બાઇકને હડફેટે લીધું હતું. જેથી અકસ્માત થયો હતો જેમાં બાઈક લઈને જતા યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને રિક્ષામાં બેઠેલા પેસેન્જરને સામાન્ય ઇજા થયેલ હતી જો કે, રીક્ષા ચાલકને પગમાં ફ્રેકચર થયું હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા કરસનભાઈ જસાભાઈ બકુત્રા (32)એ હાલમાં છકડો રીક્ષા નંબર જીજે 10 યુ 4172 ના ચાલક દિનેશભાઈ દેવદાનભાઈ ચાવડા રહે. નાનીબરાર તાલુકો માળીયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, નાની બરારથી જાજાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી કિશનભાઈ (19) બાઈક નંબર જીજે 36 પી ૩૦૩૩ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળી રીક્ષા સામેથી લાવીને બાઇકને હડફેટે લીધું હતું જે અકસ્માતના બનાવમાં કિશનભાઇને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું થયું હતું અને રીક્ષામાં બેઠેલ મુસાફરને નાના મોટી ઈજા થઈ હતી તેમજ આરોપી રીક્ષા ચાલકને પગમાં ફ્રેકચર થવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં કરસનભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાઇક સ્લીપ
ધાંગધ્રામાં રહેતા અંકિત ડાયાભાઈ પટેલ (38) નામના યુવાનને ગામના સ્મશાન પાસે વણાંકમાં બાઇક સ્લીપ થતા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ ધાંગધ્રા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે મૂડી તાલુકાના દાણાવાડી ગામના રહેવાસી ચિરાગભાઈ મનસુખભાઈ નાકિયાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરાઇ છે