મોરબીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને માર મરનારા પાંચ શખ્સોની ધરપકડ: અન્યની શોધખોળ
મોરબીના ફડસર ગામે ઘરે એસિડ પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE
મોરબીના ફડસર ગામે ઘરે એસિડ પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા વૃદ્ધા કોઈ કારણોસર પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી કરીને તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા જયાબેન નાનજીભાઈ ચાવડા (70) નામના વૃદ્ધાએ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગઈકાલે સવારે નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું જેથી તેઓને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પેલેસમાં રહેતો વિજય ત્રિભોવનભાઈ (37) નામનો યુવાન જોધપર ગામ નજીક ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ બી.જી. દેત્રોજા ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં રહેતા અને મજૂરી કામ કરતા ઉર્મિલાબેન પવનભાઈ પરમાર (24) નામની મહિલાને લેબર કવાર્ટર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી