વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘાસમાં છાંટવાની દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના ખાનપર ગામે ઘાસમાં છાંટવાની દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અને મજૂરી કામ કરતો રમેશ કટેરસિંગ (45) નામનો યુવાન કોઈપણ કારણોસર ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યા કારણોસર પગલું ભરેલ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના સોખડા ગામે રહેતા લાખાભાઈ તેજાભાઈ સુરેલા (61) નામના વૃદ્ધ બાઈકમાં બેસીને વાડીએથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગામ નજીક બાઇકમાંથી તેઓ નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના અદેપર ગામ પાસે આવેલ સેફોન કંપનીમાં રહેતો અને મજૂરી કામ કરતો મહાવીરકુમાર પ્રજાપતિ (27) નામનો યુવાન રાજલ પેપર મીલ પાસેથી પગપાળા ચાલીને જતો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News