મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE





























ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ નજીક કાર ચાલકે બે યુવાનોને લીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તે પૈકીના એક યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ઈશ્વર આર્યનગરમાં રહેતા વિકાસ નરેશભાઈ ચંદવાણી (32) અને કુલદીપ કિર્તીભાઈ ધાનાણી (27) નામના બે યુવાનોને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જાઈ ચોકડીથી ઉમા સંસ્કારધામ વચ્ચેના ભાગમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં વિકાસ ચંદવાણીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

તરુણ સારવારમાં

મૂળ છોટાઉદેપુર ગામના રહેવાસીને હાલમાં જોધપર ગામ પાસે રહેતા વેરસીંગભાઇ રાઠવાનો 15 વર્ષનો દીકરો જયદીપ બાઈકમાંથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

ટંકારા તાલુકાના ભુકોટડા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ જરીયા (53) નામના આધેડ બાઈકમાં સાલ ઓઢીને બેઠા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાલ આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

પડધરી તાલુકાના ખાખળાબેલા દરબારવાસમાં રહેતા દશરથમાં રણજીતસિંહ જાડેજા (56) નામના મહિલા વાડીએથી બાઇકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કરણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થતી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
















Latest News