મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબી નજીક મિત્રની બંધ પડેલ કારને લેવા માટે પોતાની ગાડી લઈને ગયેલા યુવાનનું અકસ્માતમાં ઇજા થતાં મોત, માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબી નજીક મિત્રની બંધ પડેલ કારને લેવા માટે પોતાની ગાડી લઈને ગયેલા યુવાનનું અકસ્માતમાં ઇજા થતાં મોત, માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ નજીક કાર બંધ પડી હતી જેથી કરીને યુવાન તેના મિત્રની ગાડીમાં કારીગરને સાથે લઈને તે ગાડી લેવા માટે ગયો હતો ત્યારે સામેથી આવેલ અન્ય કારના ચાલકે બંધ પડેલ ગાડીમાં ટક્કર મારી હતી અને રોડ ઉપર ઉભેલા બંને મિત્રોને પણ હડફેટે લીધા હતા જેથી ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે. અને એક યુવાન સારવાર હેઠળ છે ત્યારે પોલીસે અકસ્માત મૃત્યુના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ઈશ્વર આર્યનગરમાં રહેતા વિકાસ નરેશભાઈ ચંદવાણી (32) અને કુલદીપ કિર્તીભાઈ ધાનાણી (27) નામના બે યુવાનોને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ચોકડીથી ઉમા સંસ્કારધામ વચ્ચેના ભાગમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વિકાસ નરેશભાઈ ચંદવાણી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જો કે, કુલદીપ ધાનાણીને ઇજા થયેલ હોવાથી તે સારવાર હેઠળ છે.

વધુમાં મૃતક વિકાસ ચંદવાણીના પરિવારજન સાથે વાત કરતા તમે જણાવ્યું હતું કે તેના મિત્ર કુલદીપ ધાનાણીની ગાડી લજાઈ ગામ નજીક બંધ થઈ ગઈ હતી જેથી રોડ સાઇડમાં ઉભી રાખવામાં આવી હતી ને ત્યારબાદ મોરબીથી તે વિકાસ ચંદવાણી તથા કારીગરને સાથે લઈને વિકાસ ચંદવાણી ની ગાડીમાં લજાઇ ગામ પાસે જ્યાં ગાડી બંધ પડી હતી ત્યાં વિકાસ ચંદવાણીની ગાડીમાં ગયા હતા. ત્યાં વિકાસ અને કુલદીપ ગાડી પાસે ઉભા હતા અને કારીગર કુલદીપની ગાડીમાં બેસીને રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન અજાણી કારમાં ચાલકે રોડ પર ઉભેલા વિકાસ તથા કુલદીપને હડફેટે લીધા હતા અને બંધ પડેલ ગાડીમાં પણ ટકકર મારી હતી.

આ અકસ્માતના બનાવમાં વિકાસ ચંદવાણીને ગંભીર ઇજાઓથી હોવાથી તેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે અને અકસ્માત મૃત્યુના બનાવના કારણે માસુમ બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે જો કે, હાલમાં ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News