મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધૂન-ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો


SHARE







શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધૂન-ભજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપાના ધર્મપત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની ૧૪૬ મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીના બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની આરાધના કરવામાં આવી હતી તેમજ બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News