ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત
SHARE
ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત
ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમાં કે, મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો. ના જનરલ સેક્રેટરીએ સીએમને આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો. ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબ જ પરેશાન છે અને રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થીક બેહાલ થઇ રહ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરમીશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. અને ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશ જેવું જ છે. અને જમીન પણ તે પ્રકારની જ છે. જેથી ગુજરાતમાં અફીણની ખેતી સંભવ છે જેથી ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારની દેખરેખ હેઠળ આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે.