મોરબી આઈ.ટી.આઈ.માં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ
મોરબીના રવાપર ગામના યુવાને કોરોનાના બે ડીઝ લીધા પછી પણ આવ્યો કોરોના પોઝિટિવ !
SHARE
મોરબીના રવાપર ગામના યુવાને કોરોનાના બે ડીઝ લીધા પછી પણ આવ્યો કોરોના પોઝિટિવ !
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કેસ હતો નહીં જો કે, ૧૦૧ દિવસ બાદ ફરી મોરબીમાં કોરોનાએ દેખા દીધા છે અને ,મોરબી તાલુકાના રવાપર ગામે એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે જેથી કરીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે એમ. કતીરાં અને ડો.વારેવડીયાએ જણાવેલ કે મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૭ ના રોજ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ ૧૦૧ દિવસ બાદ આજ રોજ ફરીથી મોરબી જિલ્લામાં કોરોનાનો એક નવો કેસ નોંધાયેલ છે અને મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે
દિવાળીના તહેવારોમાં આ યુવાન દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ અને ત્યાંથી પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તે દર્દીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરતા કોરોના તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ છે અને હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી તેમજ વધુમાં જણાવેલ કે જે કોઈ વ્યક્તિએ કોરોનાની વેક્શીન ન લીધી હોય કે એક ડોઝ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તેવા તમામ લોકો સત્વરે કોરોના વેક્સિન સત્વરે લઈ લે. જેથી કોરોનાની ગંભીર અસરથી બચી શકે છે
વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, જિલ્લાની વાત કરીએ તો આજે કુલ ૭૭૨ કોરોનાના લેબ ટેસ્ટ કરવામાં આવેલ છે જેમાં એક કેશ કોરોના પોઝિટિવ આવેલ છે. અને આજ સુધીમાં કુલ ૩.૮૦,૨૩૫ જેટલા કોરોનાના લેબ ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાં ૬૫૦૩ કેસ પોઝિટિવ આવેલ હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જનવાયેલ છે.