મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી આઈ.ટી.આઈ.માં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ


SHARE









મોરબી આઈ.ટી.આઈ.માં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ

ગુજરાત રાજ્ય, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા,તથા વાંકાનેર,ની યાદી જણાવે છે કે આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશશત્ર ઓગસ્ટ ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે.જેમાં પ્રવેશ મેળવવા માટે તા-૧૦/૧૧/૨૦૨૧ ના રોજથી પાંચમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી..આઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા. ૧૫/૧૧ છે.જેથી પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ પરથી ભરી શકશે.અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ .ટી.આઇઆઇ.માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ! ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે નવીન અરજી ફોર્મ ઓનલાઇન ભરવાનું  રહેશે.આઈ.ટી..આઈ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે.  વધુ માહિતી માટે 9601100638, 9712157417 અને 8320169599 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News