મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બાળકને કચડી નાખનારા ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીના નજીક કારખાનામાં બાળકને કચડી નાખનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબીના બેલા ગામની સીમ આવેલ કારખાનામાં વણાંક લેતા સમયે ડમ્પરના ચાલકે એક વર્ષના બાળકને હડફેટે લઈને કચડી નાખ્યો હતો જેથી મૃતક બાળકના પિતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને કાર્યવાહી કરી હતી.

મૂળ એમપીના જાંબુઆ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિકાસભાઈ મંગાભાઈ ડામોર (30) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એએક્સ 8099 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, લીડસન કારખાનાના ફોતરી વિભાગ પાસેથી આરોપી તેના હવાલા વાળું ડમ્પર લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ પાછળ જોયા વગર તેણે ડમ્પરને ખાલી સાઇડમાં વણાંક વાળતા ત્યાં ફરિયાદીનો એક વર્ષનો દીકરો આદેશ રમતો હતો જેને ડમ્પર ચાલકે ટાયરના જોટામાં કચડી નાખતા તે માસુમ બાળકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માત સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પીએસઆઈ એ.બી, મિશ્રા અને રાઇટર હસમુખભાઈ દ્વારા શૈલેશ મોહનભાઇ ધોરિયા જાતે કોળી (35) રહે. દીધાડિયા તાલુકો વાંકાનેર વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

શોર્ટ લગતા સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો વિશાલ રમેશભાઈ ધરજીયા (14) નામનો બાળક મોરબીના લાતી પ્લોટમાં આવેલ શ્રી હરિ સિરામિકમાં હતો ત્યારે ત્યાં ફોનમાં વાત કરતા સમયે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવારની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સદ્દામ રફીકભાઈ બ્લોચ (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News