મોરબી નજીક કારખાનામાં બાળકને કચડી નાખનારા ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડ
મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
SHARE
મોરબીના ભરતનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા રવાપર નદી ગામે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નિપજયુ હતું. જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકાનાં રવાપર નદી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતો મહેશભાઈ બચુભાઈ ઘાટેલીયા (26) નામનો અપરિણીત યુવાન ગત તા. 16 ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેનું બાઈક લઈને જતો હતો. ત્યારે ભરતનગર પાસે આવેલ કેસવ થાળની સામેના ભાગે કાર નં. જીજે 36 એજે 9011 ના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં મહેશભાઈ ઘાટેલીયા નામના યુવાનનું મોત નીપજયું હતું. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાર ચાલકની સામે મૃતકના કુટુંબિક ભાઈ યોગેશભાઈ રમેશભાઈ ઘાંટેલીયા રહે. શક્તિનગર રવાપર નદી વાળાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસની તપાસ પીએસઆઈ એ.બી. મિશ્રા તથા રાઇટર જીતેનદાન ગઢવી કરી રહ્યા હોય તેને આરોપી ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા (27) રહે. અનંતનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
વૃદ્ધ સારવારમાં
મોરબીમાં રહેતા ઇલિયાસ અકબરશા સૈયદ (65) નામના વૃદ્ધને મોરબીના વીસીપરા પાસે આવેલ વિજયનગરના ખૂણા પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
એસિડ પી લેતા સારવારમાં
મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ મેરૂભાઈ સેલાણીયા (30) નામનો યુવાન મોરબીના નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખેસાડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી હતી.