મોરબીના ભરતનગર નજીક બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
મોરબીમાં પાડોશીઓ વચ્ચે સામસામે ધબધબાટી, સામસામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ
SHARE
મોરબીમાં પાડોશીઓ વચ્ચે સામસામે ધબધબાટી, સામસામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવાર વચ્ચે નજીવી વાતે એક મહિના પહેલા બોલાચાલી ઝઘડો થયો હતો.તે વાતનો રોષ રાખીને પુનઃ બંને પરિવારોની મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે ધોકા-લાકડી વડે અને ઢીકાપાટુ વડે મારામારીનો બનાવ બન્યો હતો.બાદમાં પાંચ લોકોને સારવારમાં ખસેડ્યા હતા અને સામસામે ફરિયાદો નોંધાવાયેલ છે જેથી હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકાદ માસ પહેલા જ્યારે બેમાંથી એક પરિવાર બહાર ગયો હતો ત્યારે તેમના ઘરે પાળવામાં આવેલા કબૂતરો ઉડી ગયા હતા અને તે વાતના ઝઘડો હોય તેમાં આ માથાકૂટ થઇ હોવાનું સામે આવ્યું છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા તથા એ.એમ.જાપડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી વાણંદ (૩૨), પારસ પ્રવીણભાઈ સુરાણી (૨૮) અને મનીષાબેન પારસભાઈ સુરાણી (૩૨) તેમજ સામેના પક્ષેથી જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ બ્રાહ્મણ (૬૩), હેતલબેન અને કાજલબેન અમિતભાઈ વ્યાસ (૨૮) ને ઇજાઓ થતા બધાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ તપાસમાં પહોંચ્યા હતા.
બાદમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પારસ પ્રવીણભાઈ સુરાણી વાણંદ (૨૬) રહે.ઓમપાર્ક સિદ્ધિવિનાયક સોસાયટી મોરબીએ જગદીશભાઈ વ્યાસ, રૂપેશ જગદીશભાઈ, અમિત જગદીશભાઈ અને કાજલ અમિતભાઈ રહે.બધા વાવડી રોડ વાળાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ તેઓને ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને જગદીશભાઈ દ્વારા પંકજભાઈને માથાના ભાગે લાકડાનો ધોકો મારવામાં આવ્યો હતો.તેમજ રૂપેશ દ્વારા ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી અને બાવડાના ભાગે છરી વડે છરકો કરવામાં આવ્યો હતો.તેમજ અન્યએ ફરિયાદી પક્ષના મનીષાબેન અને હેતલબેન સાથે ઝપાઝપી અને ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકીઓ આપી હતી.જે બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ સામા પક્ષેથી જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ (ઉંમર ૬૩) રહે.ધર્મનગર વાવડી રોડ વાળાએ હેતલબેન પંકજભાઈ સુરાણી, પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી અને પારસ પ્રવીણભાઈ સુરાણી રહે.બધા ધર્મનગર વાળાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જૂની અદાવતનો રોષ રાખીને હેતલબેન ઝઘડો કરવા માટે આવ્યા હતા અને હેતલબેન દ્વારા કાજલબેન સહિતનાઓની સાથે ઝપાઝપી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં પંકજભાઈ અને પારસએ આવીને તેઓને ઢીકાપાટુ વડે મારામારી કરી હતી અને ગાળો આપીને ફરિયાદીના ડાબા હાથના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. હાલ બંને પક્ષેથી ફરિયાદ નોંધીને એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
દવા પી જતા સારવારમાં
માળિયા (મિં.) તાલુકાના જુના ઘાંટીલા ગામે ઈબ્રાહીમભાઇ ચાનીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના મનીષાબેન રીશુભાઈ અજનાર નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી કરીને તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
તેમજ માળીયા મિંયાણાના મેઘપર ગામ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજાઓ થતા અમુભાઈ આપાભાઈ રાઠોડ (ઉમર ૬૪) રહે.જૂના નાગડાવાસ તાલુકો જીલ્લો મોરબી વાળાને ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.