ટંકારાના નેકનામ ગામે સ્કૂલની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી 44 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE
મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીના લાલપર નજીક આવેલ ઈશાન સિરામિક ઝોનમાં ફાઇનાન્સની ઓફિસમાં બેઠેલ યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગરમાં રહેતા ગિરિરાજસિંહ લખુભા ઝાલા (38) નામનો યુવાન મોરબીના લાલપર ગામ નજીક આવેલ ઈશાન સિરામિક ઝોન સી વીંગમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ ની ઓફિસમાં ગઈકાલે બપોરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં બેઠો હતો દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને વિપુલભાઈ જાડેજા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે