મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફ્લેટમાંથી 9.10 લાખના સોનાના દાગીનાની ચોરી
SHARE









મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફ્લેટમાંથી 9.10 લાખના સોનાના દાગીનાની ચોરી
મોરબીના સનાળા રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્કમાં જીવન જ્યોત હાઇટ્સના ફ્લેટને તસ્કરો નિશાન બનાવ્યું હતું અને વૃદ્ધના બંધ મકાનમાંથી અજાણ્ય શખ્સ દ્વારા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 9.10 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા વૃધ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ બ્લોક નંબર 502 માં રહેતા લક્ષ્મણભાઈ દેવકણભાઈ વડસોલા (65) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તારીખ 20/11 ના રોજ સવારના 9:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી તેમનું ઘર બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ફ્લેટના દરવાજાનો લોક ખોલીને ફ્લેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેટીમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાના બલોયા એક જોડી આઠ તોલા, પેન્ડલ બુટ્ટી માળાનો એક સેટ સવા ચાર તોલા તથા એક તોલા વજનનો સોનાનો ચેન આમ કુલ મળીને 9,10,000 ની કિંમતનો સોના દાગીનાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને તેઓની ટીમ ચલાવી રહી છે
