માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
ટંકારાના નેકનામ ગામે સ્કૂલની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી 44 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
ટંકારાના નેકનામ ગામે સ્કૂલની પાછળના ભાગમાં બાવળની જાળીમાંથી 44 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
ટંકારા તાલુકા પોલીસ દ્વારા નેકનામ ગામે આવેલ સ્વામીની સ્કૂલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 44 બોટલો મળી આવી હતી જેથી 28,908 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે દારૂની રેડ કરવામાં આવે ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે નેકનામ ગામે આવેલ સ્વામીની સ્કૂલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 44 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 28,908 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે નેકનામ વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે