મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
SHARE
મોરબીના નાની વાવડી ગામે પીજીવીસીએલ ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી પીજીવીસીએલ સર્કલ ઓફીસ દ્વારા રાજકોટ કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસીય ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ ક્રિકેટ મેદાન ખાતે વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫ યોજાશે.
મોરબી પીજીવીસીએલની સર્કલ ઓફીસના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ આગમી તા 30 નવેમ્બરથી ૨ ડીસેમ્બર સુધી આ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેની તા. ૩૦ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે ઓપનીંગ સેરેમની યોજાશે અને છેલ્લા દિવસે તા ૨ ડીસેમ્બરના સવારે ૧૧: ૩૦ વાગ્યે કલોઝિંગ સેરેમની રાખવામા આવી છે.