હળવદના સુખપર ગામના પાટીયા પાસે આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ચાલીને જઈ રહેલા યુવાનનું મોત
SHARE
હળવદના સુખપર ગામના પાટીયા પાસે આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ચાલીને જઈ રહેલા યુવાનનું મોત
હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે યુવાન ઉભો હતો ત્યારે તેને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથામાં તથા પગે ઇજા થયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધાંગધ્રા ગુરુકુળ સામે વાદીપરા ડાભી સોસાયટીમાં રહેતા અને હાલમાં જોરાવરનગરમાં હનુમાન ચોક ખાતે રહેતા વિજયકુમાર બાબુભાઈ અઘારા (26) એ આઇસર ટ્રક નંબર જીજે 23 એડબલ્યુ 3472 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઇવે રોડે સુખપર ગામના રોડ ઉપર તેમનો ભાઈ અજયભાઈ (29) પગપાળા જતો હતો ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા તેને માથા, પગ, હાથ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આઇસર ટ્રકનો ચાલક પોતાનું આઇસર લઈને નાશી ગયો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.