મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ
મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું
SHARE
મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામનું લોકાર્પણ-ખાતમહુર્ત કરાયું
મોરબી તાલુકાના વનાળીયા અને ગોર ખીજડીયા ગામના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવી હતી જેથી કરીને જુદા જુદા લોક સુવિધા માટેના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ગોર ખીજડીયા ગામે ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ મંજૂર કરવામાં આવેલ છે જે કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ મોરબી તાલુકાના વનાળીયા ગામે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું જે કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય ઉપરાંત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, વનાળિયા ગામના સરપંચ સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા