મોરબીના પાનેલી ગામે ધારાસભ્યની હાજરીમાં અંદાજે 55 લાખના વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત
એક મર્ડર કરેલ છે, તારું મર્ડર કરતાં વાર નહીં લાગે: મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને ધમકી
SHARE
એક મર્ડર કરેલ છે, તારું મર્ડર કરતાં વાર નહીં લાગે: મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને ધમકી
મોરબીમાં રહેતા યુવાને ત્રણ ટકાના વ્યાજ લેખે લીધેલા રૂપિયા આપનાર વ્યક્તિનું મોત નીપજયું હતું ત્યાર બાદથી વ્યાજે રૂપિયા આપનારા વ્યક્તિના ભાઈ દ્વારા યુવાન પાસેથી વ્યાજ સહિતના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેને ઓફિસે બોલાવીને તથા ફોન ઉપર ગાળો આપીને “એક મર્ડર કર્યું છે તારું મર્ડર કરતા વાર નહીં લાગે” તેવુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરની પાછળના ભાગમાં આવેલ વિક્રમ વાળી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (32)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે અશોકસિંહના મોટાભાઈ શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી 4,00,000 રૂપિયા 3 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેનું મોત થયું છે ત્યાર બાદથી અશોકસિંહ ઝાલા ફરિયાદી પાસેથી વ્યાજ સહિતના રૂપિયા પાછા લેવા માટે ઉઘરાણી કરી રહ્યા છે અને આરોપીએ તેને ઓફિસે બોલાવીને તેમજ ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપીને ધમકી આપેલ છે અને “એક મર્ડર કરેલ છે તેમાંથી છૂટી આવેલ છે તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે” તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે