હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપો: કિશોરભાઈ ચિખલીયા


SHARE

















માળિયા (મી)ના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપો: કિશોરભાઈ ચિખલીયા

માળિયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી તથા ચાંચા વદરડા સહિતના બિન કમાન્ડ એરીયાના ગામોને સિંચાઈનું પાણી પુરૂ પાડવા માટેની માંગ ઉઠી રહી છે. જેથી કરીને મોરબી જીલ્લા ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા હાલમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા તાલુકામાં અતિવૃષ્ટિ તેમજ મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેડુતોને ભારે નુકશાની થયેલ છે. જેના કારણે ચોમાસુ સિઝનનો લાભ મળેલ નથી. હાલમાં મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય સોશ્યલ મિડીયા મારફત ખેડુતોને પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના બિન કમાન્ડ એરીયાના ગામોને સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તેમજ ખેડુતોનો અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય, શિયાળુ પાક લેવા માટે વાવેતર કરેલ છે. પરંતુ આવા ખેડુતોને સિંચાઈનો કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી અને ખેડુતોને કેનાલના પાણીથી વંચિત રાખવામાં આવી રહેલ છે.

જો મચ્છુ-ર કેનાલ મારફત બી-૩ કેનાલ નં.૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોના તળાવો ભરવામાં આવે તો અનેક ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. જેથી રજુઆતને ધ્યાને લઈ ખરા અર્થમાં ખેડુતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવાની વાતો કરવાના બદલે તાત્કાલીક ધોરણે મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં.પ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી ખેડુતોને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરી આપવા માટે ઘટીત કાર્યવાહી કરવા માટેની માંગ કરેલ છે.




Latest News