મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા
ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !
SHARE
ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા યુવાને રોજના 8 હજાર આપવાના તે રીતે વ્યાજે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને મુદત તેમજ વ્યાજ આપી દીધેલ હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા લેવા માટે યુવાને આપેલ ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્ન કર્યા હતા અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં કેસ કરીને યુવાનને હેરાન કરવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ધોડાસરા (23) એ હાલમાં મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2020 માં કોરોના સમયે દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને હિરેનભાઈ પંડયા પાસેથી 8 લાખ રૂપિયા રોજના 8 હજાર ના વ્યાજે લીધેલ હતા. જેની સામે એચ.ડી.એફ.સી. બેંકના ફરિયાદીના ખાતાના પાંચ કોરા ચેક લીધેલ હતા અને ત્યાર બાદ એક વર્ષ પછી હિરેનભાઈને મુદ્દલ રકમ 8 લાખ પછી આપી દીધી હતી. અને વ્યાજના રૂપિયાની સગવડ ન હોવાથી હિરેનભાઈએ અવાર નવાર ફરિયાદીના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, કટકે કટકે વ્યાજ સહિત કુલ મળીને 18 લાખ જેટલા રુપિયા આપી દીધેલ છે. તો પણ હિરેનભાઇએ વ્યાજના પૈસા દેવાના બાકી છે તેમ કહીને ધમકી આપીને તેની પાસેથી 25 લાખ લીધેલ છે તેવું નોટરી લખાણ કરાવ્યુ હતું. અને તેની પાસેથી પાંચ સહી વાળા પાંચ ચેક લીધેલ હતા. જે ચેક બેંકમા જમા કરાવીને ચેક રિટર્ન થતા ફરિયાદીની સામે મોરબી કોર્ટમા વર્ધ 2022 માં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ છે. જે કેસ હજુ ચાલી રહ્યો છે. આમ ઉંચા વ્યાજે લીધેલ પૈસા પાછા આપી દેવા છતાં પણ ફરિયાદીની સામે કોર્ટમાં કેસ કરીને હેરાન પરેશાન અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી ફરિયાદ યુવાને નોંધાવેલ છે.