માળીયા (મી)ના મોટાભેલા ગામની સગર્ભાને પીડા ઊપડતાં 108 ની ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવી
મોરબીની કોર્ટમાં મુદતે હાજર ન રહેતા આરોપીને ચેક રિટર્નના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા
SHARE
મોરબીની કોર્ટમાં મુદતે હાજર ન રહેતા આરોપીને ચેક રિટર્નના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા બે લાખની ડબલ રકમ ચાર લાખનો દંડ કરેલ છે અને દંડની રકમમાથી ફરીયાદીને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી હતી કે, ફરીયાદી સેજોન ઇન્ડ. એક્સપર્ટ્સના ભાગીદાર વિશાલ મણીલાલ કાલરીયાએ આરોપી ધરમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પ્રમોદભાઈ ગાંધી, રહે- મુંબઈ વાળાની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-4465/2023 થી સામે ચેક રીટર્નની કેસ કરેલ છે. જે કેસ મોરબીની ત્રીજા એડી. ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ હતો જેમાં ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે કોર્ટે આરોપી ધરમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પ્રમોદભાઈ ગાંધીને તકસીરવાન ઠરાવીને આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ બે લાખ રૂપીયાના ડબલ એટ્લે કે ચાર લાખનો દંડ કરેલ છે અને દંડની રકમમાથી ફરીયાદીને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કરેલ છે. તેમજ આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે. આમ કોર્ટમાં મુદતે હાજર ન રહેતા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો કોર્ટે આપેલ છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે. ભટ્ટ રોકાયેલા હતા