મોરબીમાંથી ગુમ થયેલ યુવાન મહિલા સહકર્મી સાથે જયપુર ફરવા ગયો હોવાનું ખૂલ્યું !
મોરબી : સગપણ પસંદ ન હોય દવા પી ગયેલી યુવતીનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબી : સગપણ પસંદ ન હોય દવા પી ગયેલી યુવતીનું સારવાર દરમિયાન મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા રાયધ્રા ગામે રહેતા પરિવારની યુવતી ખળ બાળવાની ઝેરી દવા પી ગઇ હતી.જેથી સારવાર માટે બેભાન હાલતમાં મોરબી લાવવામાં આવી હતી અને અહીં ટુંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું.દરમિયાનમાં પોલીસે યુવતીની કરેલી પૂછપરછમાં મૃૃતકે જણાવ્યુ હતુ કે, તેણીનું સગપણ કરવામાં આવેલું હતુ અને તે સગપણ તેણીને પસંદ ન હોવાથી તેણીએ અંતિમ પગલું ભરી દીધું હતું અને સારવાર દરમિયાન મોત નીપજત્તા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા વિલાસબેન અવચરભાઈ કોળી (ઉમર ૧૮) નામની યુવતીએ તા.૪-૧૨ ના રોજ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને અર્ધ બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતેથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી પોલીસ તપાસ માટે પહોંચ્યા હતા.તેઓએ યુવતીની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેનું સગપણ કરવામાં આવ્યું હતું.જો કે તેણીને તે સગપણ પસંદ ન હોવાથી ઉપરોકત પગલું ભરી લીધું છે.બાદમાં બેભાન હાલતમાં જ સારવાર દરમિયાન કૈલાસબેનનું મોત થયુ હતું.હાલ આ બનાવની આગળની તપાસ માટે મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે આવેલ સેવા સદન સામેના વેલનાથ ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ખેંગારભાઈ વશરામભાઈ પરમાર (ઉમર ૩૦) રહે.ઉમિયાનગર સામાકાંઠે મોરબી-૨ તથા દેવજીભાઈ કરશનભાઈ બોસિયા (ઉમર ૨૪) રહે.ઉમિયાનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા બંનેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.તેમ બી ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી બાઈક લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લાખામાચી ગામના રહેવાસી વાઘાભાઈ રણછોડભાઈ (31) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે યુવાનને લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ છે.
રિક્ષાએ હડફેટે લેતા અકસ્માત
મોરબી તાલુકાના રાજપર ગામ પાસે જામનગરના રાજનગરમાં રહેતા ફોરમબેન જીતેશભાઈ પટેલ (23) નામની મહિલાને કોઈ અજાણી રિક્ષાના ચાલકે હડફેટ લેતા તે મહિલાને માથાના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
