માળિયા (મી)માંથી પસાર થતા હાઇવે ઉપર સ્પીડ બ્રેકર મુકવા કિશોરભાઇ ચિખલિયાની માંગ
SHARE
માળિયા (મી)માંથી પસાર થતા હાઇવે ઉપર સ્પીડ બ્રેકર મુકવા કિશોરભાઇ ચિખલિયાની માંગ
માળિયા (મી)માંથી હાઇવે પસાર થાય છે અને તે રોડની બંને બાજુએ રહેણાક વિસ્તાર આવેલ છે જેથી અકસ્માતનું સતત જોખમ રહે છે જેથી કરીને આ રોડ ઉપર અકસ્માતોને નિવારવા માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને રજૂઆત કરેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ હાલમાં માર્ગ મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, જામનગરથી કંડલાને જોડતો હાઈવે રોડ માળીયા મિયાણા શહેરમાંથી પસાર થાય છે. અને રોડની બંને બાજુએ રહેણાક વિસ્તાર આવેલ છે જેથી ગમે ત્યારે જીવલેણ અકસ્માત થવાની શક્યતા છે માટે લોકોની સલામતી માટે માળીયા શહેરમાંથી પસાર થતાં હોય રોડ ઉપર ઓવર સ્પીડમાં વાહન ન ચાલે તે માટે હાઈવે રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી રજુઆત કરવામાં આવેલ છે