મોરબીમાં કારની પાછળ કાર અથડાવી માથાકૂટ: કારમાં નુકશાન કરીને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી આમરણ ગામે રહેતો યુવાન તેના પરિવારજનો સાથે કાર લઈને પ્રસંગમાં આવી રહ્યો હતો દરમિયાન પાછળ આવી રહેલ સફારી કારના ચાલકે તેની કાર યુવાનની ગાડીમાં અથડાવી હતી અને ત્યારબાદ યુવાન અને સાહેદો સાથે બોલાચાલી અને માથાકૂટ કરી હતી અને તેની કારનો કાચ પથ્થર મારીને તોડી નાખ્યો હતો ત્યારબાદ ત્યાં આવેલ ફરિયાદી યુવાનોને ગાળો આપીને બોલાચલી કરી ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી અને જાનથી મારી રાખવા ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ પોઇન્ટ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 203 માં રહેતા બ્રિજેશભાઈ દુર્લભજીભાઈ જાકાસણીયા (34)એ અજાણ્યા ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ભાઈના શાળા ગૌતમભાઈ પોતાની કારમાં પરિવારજનોને લઈને આમરણ ગામથી મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રસંગમાં આવી રહ્યા હતા દરમિયાન મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ સામેથી તેઓની ગાડી નંબર જીજે 1 કેજી 7962 પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલ સફારી ગાડી તેઓના વાહનમાં અથડાઈ હતી જેથી કરીને ફરિયાદીના ભાઈના સાળાની ગાડીમાં નુકસાન થયું હતું ત્યારબાદ સફારી ગાડી લઈને જે વ્યક્તિ અકસ્માત કર્યો હતો તેના દ્વારા માથાકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરિવારજનો અને બાળકો સાથે હોય ગૌતમભાઈએ ફરીયાદી બ્રિજેશભાઇને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા જેથી કરીને તેઓ પોતાનુ બાઈક લઈને ત્યાં ગયા હતા અને ત્યાર બાદ આરોપીઓએ તેઓની સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે