વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 19 પાડા ભરીને કતલખાને લઈ જતા મીની આઇસર સાથે એકની ધરપકડ: મોરબીના તખ્તસિંહજી રોડ ઉપરથી બાઈક ચોરી


SHARE











માળિયા મિયાણા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી મીની આઇસર પસાર થઈ રહ્યું હતું ત્યારે પોલીસ દ્વારા તે આઇસરને રોકીને ચેક કરવામાં આવતા તેમાં 19 નાના મોટા પાડાને કતલખાને લઈ જતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને પોલીસે પાડાઓને બચાવ્યા હતા તેમજ વાહન સહિત કુલ મળીને 2,47,500 મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત મુજબ માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી મીની આઇસર ટ્રક નંબર જીજે 19 યુ 1932 પસાર થઈ રહ્યું હતું ત્યારે પોલીસે તેને રોકીને ચેક કરતા તે વાહનના પાછળના ભાગમાં નાના-મોટા 19 પાડાને દોરડા વડે કુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જતા હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું જેથી કરીને પોલીસે 47,500 ની કિંમતના અબોલ જીવ તેમજ બે લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 2,47,500 ની કિંમતના મુદ્દા માલ સાથે ઇમરાન ઈકબાલભાઈ શેખ (42) રહે. ગ્યાસપુર રોડ બરફની ફેક્ટરી પાસે અસદઉશેદ ટેનામેન્ટ ઘર નંબર-11 અમદાવાદ વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના તખ્તસિંહજી રોડ ઉપરથી બાઈક ચોરી

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યાલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (32)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર મામાદેવના મંદિર પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એ 4805 કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમત મોબાઈલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News