મોરબીમાં કારની પાછળ કાર અથડાવી માથાકૂટ: કારમાં નુકશાન કરીને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી
હળવદના નવા ઇસનપુર ગામે રહેતા યુવાન સાથે કોઇ નાણાકીય વ્યવહાર વગર 65 લાખની પઠાણી ઉઘરાણી !: ટાટિયા ભાંગી નાખીને મારી નાખવાની ધમકી
SHARE
હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા યુવાનને નાગરભાઈ નામના વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારના પૈસાની લેતી દેતી થયેલ નથી તેમ છતાં પણ તેની પાસેથી અવારનવાર જુદા જુદા શખ્સો દ્વારા ઉઘરાણીઓ કરવામાં આવે છે તેવામાં છેલ્લે કિશન ગઢવી નામના શખ્સે ફોન કર્યો હતો અને 65 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ પરમાર (33) હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કિશનભાઇ ગઢવી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે કિશન ગઢવીએ મોબાઈલ નંબર 72777 73397 ઉપરથી નાગરભાઈના રૂપિયા બાબતે ટેલીફોનિક વાતચીત કરી હતી અને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને ગાળો આપી હતી તથા ફરિયાદી યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વધુમાં ફરિયાદી દિનેશભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓને અગાઉ હળવદ માર્કેટ યાર્ડમાં તેને દુકાન હતી અને દેણું થઈ જવાના કારણે તેને દુકાન બંધ કરી દીધી હતી જોકે નાગરભાઈ નામના વ્યક્તિ સાથે તેમને કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર થયેલ નથી તેમ છતાં પણ નાગરભાઈના રૂપિયા બાબતે છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વ્યક્તિઓ ઉઘરાણી કરતા હોય છે અને હાલમાં 65 લાખ રૂપિયા માટે થઈને ઉઘરાણી કરીને તેને ફોન ઉપર ટાટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે. જોકે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જુગાર રમતા પકડાયા
મોરબીમાં ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરત અમરીશભાઈ સનુરા (45) રહે. ત્રજપર ખારી મોરબી અને પ્રકાશ ઉર્ફે ગુડુ પ્રવીણભાઈ મકવાણા (23) રહે નજરબાગ સાયન્સ કોલેજ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1710 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે માળિયા મીયાણા મેઇન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા અયુબ ઉમરભાઈ સામતાણી (32) રહે કોળીવાસ વિસ્તાર માળીયા વિયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે