મોરબીમાં લોકોએ તંત્રની આશા છોડીને સ્વખર્ચે સફાઈ ઝુંબેશ હાથ ધરી
SHARE
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો નહી પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે તેમ છતાં પણ મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર આજની તારીખે કચરાના ઢગલા જોવા મળે છે અને ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને ત્યારે રહેતા લોકો, વેપારીઓ તથા અવરજવર કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક થી લઈને રવાપર ચોકડી સુધીના વિસ્તારમાં લોકોને ધૂળની ડમરીઓ સહિતના પ્રશ્નોનો સામનો ન કરવો પડે તે માટે થઈને તંત્ર ઉપરની આશા છોડીને હવ તે વિસ્તારમાં રહેતા લોકોએ સ્વખર્ચે સફાઈ ઝુંબેશ હાથ ધરી છે અને પોતાના ખર્ચે વાહનો અને માણસોને કામે લગાડીને રવાપર રોડે એવન્યુ પાર્કથી રવાપર ચોકડી સુધીના વિસ્તારને દરરોજ ચકાચક સાફ કરવામાં આવે છે ત્યારે શું અન્ય વિસ્તારોમાં પણ લોકોએ તંત્ર ઉપર આશા છોડીને સ્વચ્છતા માટે આવા જ અભિયાન શરૂ કરવા પડશે તે હાલ મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે