મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના વીઝીટીંગ સેન્ટર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરને  શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના વીઝીટીંગ સેન્ટર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરને  શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

વિશ્વવિભૂતિ, ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિ નિર્માણ દિન નિમિત્તે ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબીમાં શરૂ કરવામાં આવેલ ગોકુલ વીઝીટીંગ સેન્ટર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબી ખાતે આવેલ રોહીદાસપરા વિસ્તારમાં આરોગ્ય સેવાય યજ્ઞ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલ ગોકુલ વીઝીટીંગ સેન્ટરના નિષ્ણાંત તબીબો દ્વારા રોહીદાસપરામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં જનરલ ચેકઅપ, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ, ફ્રી બ્લડ પ્રેશર તપાસ, ફ્રી બ્લડ ગ્રુપ તપાસ સાથે સાથ લોહીની ટકાવારીની તપાસ કરી દેવામાં આવેલ હતી. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો 90 જેટલા દર્દીઓએ લાભ લીધેલ જેમાંથી 30 જેટલા દર્દીઓને ફ્રીમાં લોહીના પરીક્ષણો પણ કરી આપવામાં આવેલ તદુપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલા સૂચન માટે ફ્રીમાં આગામી ચેકઅપ પણ કરી આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે.




Latest News