મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીનો ર્નિદોષ છુટકારો
SHARE
મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીનો ર્નિદોષ છુટકારો
મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસ મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ) મા ચાલી ગયેલ હતો જે ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો ર્નિદોષ છુટકારો થયેલ છે.
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી રવજીભાઈએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપી રવજીભાઈ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપીના વકીલ તરીકે મોરબીના જાણીતા વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી.
તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. અને આરોપી તદન નિર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તેવી દલીલ કરી હતી અને તમામ દલીલના અંતે પોકસો કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહીતાની જુદીજુદી કલમ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન. ડી અગેચાણીયા, જે.ડી. સોલંકી, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.