ટંકારાના એટ્રોસિટી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
ટંકારાના એટ્રોસિટી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ટંકારા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ વર્ષ 2021 માં નોંધાયેલ હતો જે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલોને અને પુરાવાનોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
ટંકારા મુકામે રાજકોટ મોરબી હાઇવે ઉપર મઢુલી હોટલ સામે સોલે હોટલમાં ફરિયાદી ગઈ તા.7/4/2021 ના રોજ પર્સલ લેવા જતા આરોપી અલ્તાફભાઈ પાસેથી ફરિયાદી પાસેથી અગાઉના પર્સલના પૈસા બાકી હતા જેથી ફરિયાદી અને આરોપી અલ્તાફભાઇ વચ્ચે બોલાચાલી થતા ફરિયાદીએ અલ્તાફભાઇ સામે તા. 8/4/21 ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી વિગેરે કલમ હેઠળ ફરિયાદ આપેલ હતી જેમાં તપાસ પૂર્ણ થતા પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી અને તે કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્રારા આરોપી અલ્તાફભાઇ હુસેનભાઈ ભટ્ટીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના મયુર પુજારા રોકાયેલ હતા.