વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

ટ્રકમાં ભરેલ કાળું સોનું કાઢીને એકના ડબલ ?: મોરબીના ગોડાઉનમાં આવતા ટ્રકમાં ભરેલ 21,000 નું ટન પેટકોક કાઢીને 3થી 8 હજારના ભાવનો કોલસો ઉમેરતા !


SHARE











ટ્રકમાં ભરેલ કાળું સોનું કાઢીને એકના ડબલ ?: મોરબીના ગોડાઉનમાં આવતા ટ્રકમાં ભરેલ 21,000 નું ટન પેટકોક કાઢીને 3થી 8 હજારના ભાવનો કોલસો ઉમેરતા !


માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે એક ગોડાઉનમાં એસએમસી ની ટીમે રેડ કરી હતી ત્યારે કંડલાથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો પેટકોકનો જથ્થો મોરબી સુધી લઈને આવતા હતા અને કાળું સોનું કહેવાતા પેટકોકને ટ્રકમાંથી કાઢીને તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરવામાં આવતો હતો જેથી કરીને કૌભાડ કરનારાઓને એકના ડબલ જેવી તગડી કમાણી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ આજની તારીખે બજારમાં પેટકોકનો ટનનો ભાવ 21,000 છે જેની સામે નબળી ગુણવતાનો કોલસો 3થી 8 હજારના ભાવે મળે છે જેને પેટકોકમાં મિક્સ કરીને પેટકોકની ચોરી કરીને રાજસ્થાનના તેમજ ગુજરાતનાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી.

મોરબીમાં શનિવારે વહેલી સવારે મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે એસએમસીની ટીમ દ્વારા ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. કાળા સોના સમાન પેટકોકના કારોબારમાં કરવામાં આવી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને કોલસાના ગોડાઉનની અંદર પેટકોક અને નબળી ગુણવતાનો કોલસો મોટા પ્રમાણમા મળી આવેલ છે જેથી કરીને પેટકોકની ચોરી કરીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારાઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જે તે સમય 12 આરોપીને પકડવામાં આવેલ છે અને 8 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં મુખ્ય આરોપી અને કોલસા ચોરીના ગોડાઉનના મેનેજર એવા ભાવેશ પ્રાણજીવનભાઈ સેરસીયા રહે.સાનિધ્ય પાર્ક-2, મોરબી તેમજ ટ્રક ચાલક જયદેવ કરશનભાઈ ડાંગર રહે. ગુલાબનગર જામનગર અને મયુરાજસિંહ સુખદેવસિંહ જાડેજા રહે. ગાયત્રીનગર ધ્રોલ, ગોડાઉન સુપરવાઈઝર સારંગ સુરેશભાઈ ગાંભવા રહે.ઓમ પ્લેસ, મોરબી, કોલસો મિક્સ કરનાર ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્ક૨ ૨હે. અલિયાબાળા, જામનગર, જયદિપગીરી ભરતગીરી ગૌસ્વામી રહે.રણજીતસાગર રોડ, જામનગર, ટ્રેઇલર ચાલક ગુરુકુમાર ભુધનરાય યાદવ રહે. છાપરા, બિહાર, રાહુલ બનારસિરાય યાદવ, રહે. સારાય, છાપરા, બિહાર, લોડર મશીન ચાલક સંજુ કિશનભાઈ નિનામાં રહે. કલ્યાણપર, જાંબુવા, મધ્યપ્રદેશ, વિપુલ પાનસુખભાઈ પરમાર રહે. અમલીફળીયુ, આગવાડા, દાહોદ, ગોડાઉન માલિક દિપક પ્રભાતભાઈ આહીર, રહે. ઉમિયા સર્કલ, મોરબી અને કૌભાંડમાં સામેલ કિશોર નામના શખ્સોને પકડવામાં આવેલ છે.

જો કે, આ કૌભાંડમાં આઠ આરોપીને પક્દ્વના બાકી છે જેમાં ભગીરથ ચંદુલાલ હુંબલ રહે.મોરબી, ચિરાગ મણીભાઈ દુદાણી રહે. રાજકોટ, કુલદિપસિંહ સુરૂભા ઝાલા રહે. જામનગર, દિલીપભાઈ રહે. ગાંધીધામ, પેટકોક ખરીદનાર વિવાનભાઈ પટેલ રહે. મોરબી, નિકુંજભાઈ પટેલ રહે. મોરબી, ગુપ્તાજી રહે. ગાંધીધામ અને રોકી રહે.ગાંધીધામ વાળાનો સમાવેશ થાય છે અને અને એસએમસીની ટીમે સ્થળ ઉપરથી 1584 ટન પેટકોક જેની કિંમત 2,05,92,000, વેસ્ટ કોલસો 500 ટન જેની કિંમત  4,80,000, રોકડ રૂપિયા 2,41,175, મોબાઇલ ફોન 17 કિંમત 3,50,000, ટ્રક ટ્રેલર- 2, હિટાચી મશીનલોડર મશીન- 2 તેમજ ફોર- વ્હીલર્સ નંગ - 4 આમ કુલ રૂપિયા 3,57,13,175 નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી આ રેડની કામગીરી એસએમસી પીઆઈ જી.આર.રબારી અને પીએસઆઈ એ.વી.પટેલની ટીમે કરી હતી

વધુમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબીના નવલખી બંદરે ઇંડોનેશિયાથી કોલસો આવે છે. જેની બજાર કિંમત 4 થી 8 હજાર સુધીની હોય છે અને થાન ગઢ વિસ્તારમાંથી જે નબળી ગુણવતાનો કોલસો આવે છે તેની બજાર કિંમત 1500 થી 2000 જેટલી હોય છે. જો કે, જે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યાંથી રાજસ્થાન મોકલાવવાનો પેટકોકનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને પેટકોકના એક ટનનો ભાવ 21,000 જેટલો હોય છે જેથી કરીને કંડલાથી રાજસ્થાન જે પેટકોકનો જથ્થો મોકલાવવામાં આવતો હતો તેને મોરબી લાવીને ટ્રકમાં ભરેલ કાળા સોના સમાન પેટકોકને કાઢી લઈને તેટલી જ માત્રમાં નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરવામાં આવતો હતો જેથી કરીને કૌભાડ કરનારાઓને એકના ડબલ જેવી તગડી કમાણી થતી હતી. જો કે આ ગુનાની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ નથી અને તપાસ એસએમસીના પીએસઆઈ એલ.ડી.મેતાને સોંપવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં નવાજૂની થવાના સંકેત મળી રહ્યા છે.




Latest News