મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે ભાઈ સાથે ભાઈનો ઝગડો


SHARE







મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે ભાઈ સાથે ભાઈનો ઝગડો

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા આધેડની સાથે તેમના ભાઈ દ્વારા પૂર્વજોની જમીન બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો. જે બાબતે આધેડએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મનુભાઈ દેવાભાઈ ડાંગર બોરીચા (ઉમર ૫૫) એ સામેવાળા તેમના ભાઈ લાખાભાઈ દેવાભાઈ ડાંગર રહે. તુલસીપાર્ક આનંદનગર પાસે કંડલા બાયપાસ વાળા સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તી.૩ ના રોજ વાવડી રોડ રામપાર્ક કબીર આશ્રમ નજીક તેઓ હતા ત્યાં તેઓના પૂર્વજોની જમીન ખાખરડા ગામે આવેલ હોય તે મુદ્દે સામેવાળાનો કબ્જો હોય તેમને ભાગ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ધાક-ધમકી આપી હતી.જે અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરાવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પૂજાબેન રાજુભાઈ સામાણી નામના ૨૫ વર્ષીય મહિલાને ઘરે છોકરાઓની બાબતમાં બોલાચાલી થયા બાદ ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં લવાયા હતા. બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે થયેલ મારામારીના બનાવમાં અશોકભાઈ બીજલભાઇ નકુમ (૪૦) અને લલીતાબેન અશોકભાઈ (૩૭) ને ઉજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે સિવિલે લવાયા હતા. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માત બનાવમાં રમેશકુમાર કાયાભાઈ પરમાર (૨૯) રહે.કચ્છ ને ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે જેતપર ગામેથી વાધરવા બાજુ જતા સમયે પુલ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં પ્રવીણભાઈ અમરશીભાઈ અઘારા (૪૬) રહે.દેવળીયા રોડ જેતપરને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બંને બનાવો સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ત્રણને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક પાસે બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કાળુભાઈ દુદાભાઈ સોલંકી (૩૯) રહે.લાલપરને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે અકસ્માતનો બીજો બનાવ વાંકાનેર હાઇવે ઉપર મકનસર અને પ્રેમજીનગર વચ્ચે બન્યો હતો.જે અકસ્માત બનાવમાં જાંબુડીયા ગામે રહેતા હરિભાઈ ગિરધરભાઈ ધામેચા (૧૯) અને કરણ કાનાભાઈ સીતાપરા (૧૬) રહે.જાંબુડીયાને ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.






Latest News