મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી આધેડનો મૃતદેહ મળ્યો ઓળખ મેળવવા તજવીજ શરૂ


SHARE









મોરબીના રંગપર ગામેથી આધેડનો મૃતદેહ મળ્યો ઓળખ મેળવવા તજવીજ શરૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામેથી આસરે ૪૫ થી ૫૦ વર્ષના આધેડની ડેડબોડી મળી આવેલી હોય બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈને પીએમ સહિતની વિધિ શરૂ કરવામાં આવી છે અને અજાણ્યા મૃતક કોણ છે ? તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે ઇલેક્ટ્રીકના વીજ પોલ પાસેથી આશરે ૪૫ થી ૫૦ વર્ષના અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. કયા કારણોસર તેનું મોત નિપજેલ છે..? તે દિશામાં આગળની તપાસ માટે મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સંભવતઃ બાથરૂમ માટે ગયેલા આધેડનું કોઈ કારણોસર કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.છતાં પણ બનાવની વધુ તપાસ માટે પીએમ સહિતની આગળની તજવીજ ચાલુ છે અને ત્યારબાદ બનાવનું ખરું કારણ જાણવા મળશે.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ રાયમલભાઈ કોટેચા નામના ૬૦ વર્ષીય આધેડ માળિયા ફાટક પાસે આવેલા લાકડાના ડેલા પાસે હતા અને ત્યાં કામ કરતા હતા ત્યારે અજાણ્યા ગ્રાહક સાથે ઝઘડો બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતા ઉંમરભાઈને સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.જેથી બનાવને પગલે પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા મુસ્કાનબેન વલીભાઈ બુખારી નામના ૨૧ વર્ષના મહિલાને પાડોશી સાથેના ઝઘડામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા વનરાજસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ૪૬ વર્ષીય યુવાનને બાઈક લઈને જતા સમયે અન્ય બાઇક સાથે અથડામણ થતા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે




Latest News