મોરબીમાં કોઈપણ સ્થળે CPR ટ્રેનિંગ યોજાવા માટે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો
મોરબીના બોનીપાર્ક પાસે પાર્ક કરેલ કારમાં રાતે અચાનક લાગી આગ
SHARE
મોરબીના બોનીપાર્ક પાસે પાર્ક કરેલ કારમાં રાતે અચાનક લાગી આગ
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં પાર્ક કરેલી કારમાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની લોકો દ્વારા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જોકે રાત્રિના સમયે બોની પાર્ક નજીક પાર્ક કરેલ આ કારમાં આગ લાગવાના કારણે કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થયેલ નથી પરંતુ પાર્ક કરેલી કારમાં આગ કયા કારણોસર લાગી તે પ્રશ્ન હજુ યથાવત છે