મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શાળાના શિક્ષણ દરમ્યાન તોફાની અને કોલેજમાં 13 એટીકેટી લેનાર યુવાન બન્યો પીએસઆઈ


SHARE











મોરબીમાં શાળાના શિક્ષણ દરમ્યાન તોફાની અને કોલેજમાં 13 એટીકેટી લેનાર યુવાન બન્યો પીએસઆઈ

મોરબીની ઓમ શાંતિ સ્કૂલમાં ધો. 1 થી 10 સુધીનો અભ્યાસ અને ત્યાર બાદ કોલેજનો અભ્યાસ કર્યો ત્યાં સુધી તોફાની હોવાની જેની છાપ હતી અને તેના ભવિષ્ય વિષે શિક્ષકો અને પ્રધ્યાપકોએ જે પણ આગાહીઓ કરી હતી તેને યુવાને ખોટી સાબિત કરી દીધેલ છે અને કોલેજમાં એક કે બે નહીં 13 વિષયમાં એટીકેટી અને ફાઇનલ યરમાં નાપાસ થવા છતાં હિંમત ન હારીને બીજા જ વર્ષે કોલેજ ફર્સ્ટ સાથે તે વિદ્યાર્થી પાસ થયો હતો અને ત્યાર બાદ આજે તે રાજકોટમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.

ઘણા શિક્ષકો વિધાર્થીઓ માટે ભવિષ્યવાણી કરતા હોય વિધાર્થી  ભણવામાં ઠોઠ છે, વિધાર્થીને કહેશે તારું ભવિષ્ય અધકારમય છે, તું મજુરી કરીશ, તું ક્યારેય પાસ નહિ થાય  વગેરે વિશેષણોથી ઘણા  શિક્ષક વિધાર્થીને નવાજતા હોય છે. પરંતુ વર્ષો બાદ તે વિધાર્થીને તે  શિક્ષક  કલાસ વન ઓફીસર તરીકે, કોઈ સફળ ડોક્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક તરીકે કે કોઈ ઉદ્યોગપતિ તરીકે જોવે તો? શિક્ષક આનંદ અનુભવે કે તેની ભવિષ્યવાણી ખોટી પડી છે આવી જ ઘટના મોરબીમાં બનેલ છે જેમાં જામંગ હિરેન મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ધો. 1 થી 10 ભણ્યો હતો અને ધો. 10 માં સારા  ટકા મેળવેલ હતા. જો કે, હાલમાં આ વિદ્યાર્થી ખાતાકીય જરૂરીયાતના લીધે ધો. 10 ની હિન્દીની પરીક્ષા અઈસોલેટ વિધાર્થી તરીકે આપવા ફોર્મ ભરવા માટે શાળાએ આવ્યો હતો ત્યારે શાળાના આચાર્ય સંજયભાઈ વિરડીયા સહિતના સ્ટાફને ખબર પાડીને નાનપણનો તોફાની હિરેન આજે રાજકોટમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.

વધુમાં સંજયભાઈએ જણાવ્યુ હતું કે આ હિરેન જામંગ જે કોલેજમાં ભણતો ત્યાંના પ્રાધ્યાપક તેને તોફાની અને ભણવામાં રસ નથી તેવું માનતા હતા જો કે, આજે તે જ કોલેજમાં હિરેન મોટીવેશન સ્પીકર તરીકે બોલાવે છે અને તે જાય છે. ઉલેખનીય છેકે, હિરેને ધો. 10 માં વર્ષ 2006 માં 78 ટકા મેળવેલ હતા. જો કે, હિરેન S.Y.B.SC માંથી T.Y.B.SC સુધી પહોચ્યો ત્યાં સુધીમાં તેને 13 વિષયમાં એટીકેટી હતી. જો કે,  T.Y.B.SC ની પરીક્ષા અગાઉ એટીકેટી સોલ કરી નાખી હતી. પરંતુ T.Y.B.SC માં ફેઈલ થયો હતી અને બીજા વર્ષે હિરેને ફરીથી T.Y.B.SC ની પરીક્ષા આપી હતી અને ત્યારે તે પરીક્ષામાં હિરેનનું રીઝલ્ટ  રેકર્ડબ્રેક આવ્યું હતું અને સમગ્ર  કોલેજમાં તે પ્રથમ નંબરે આવ્યો હતો. તેવી જ રીતે તે M.SC માં સમગ્ર  કોલેજ પ્રથમ નંબરે આવ્યો હતો.

ત્યાર બાદ નોકરી માટે 6 થી વધારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી જેમાં ઇફકોના ઇન્ટરવ્યુંમાં માત્ર 10 વ્યક્તિને પસંદ કરવામાં હતા તેમાં તેનો સમાવેશ થયો હતો અને આવી જ રીતે સાત વખત તેને નોકરી મળતી હતી પરંતુ તેને GPSCની પરીક્ષા આપી હતી તેમજ તેને ગુજરાતમાં પીએસઆઈ માટે જે પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા પણ આપી હતી અને મહેનત કરી પીએસઆઇની ભરતી માટેની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 26 મો રેન્ક મેળવ્યો હતો અને આજે તે રાજકોટમાં ક્રાઈમ બ્રાંચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે




Latest News