બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું
વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ
SHARE
વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં શાળામાં કુલ 120 વિદ્યાર્થીઓમાંથી ધો. 3થી 8 ના 47 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનીત કર્યા હતા તેમજ ડૉ.વિશાલ શીલુંએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું આ તકે RBSK ટીમમાંથી ડો.વિશાલ શીલું, ડો.બંશી ઠોરિયા, અફસાના માલવિયા અને પીએચસી સિંધાવદર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો અને શાળાના આચાર્ય ભૈરવદાન ઇસરાણી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન ન કરવા અનુરોધ કરવામાં આવેલ હતો.