વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE











બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, બાંગ્લાદેશમાં સનાતન હિન્દુ સમાજના પરિવારો ઉપર કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી તથા અમાનવીય અત્યાચારો કરવામાં આવી રહ્યા છે જેનાથી કંપારી છુટી જાય એમ છે ત્યારે ભારત સરકારના પ્રધાન સેવક પિડિતોના હક્ક અને હિતમાં ઉભા રહે અને વિદેશ નિતી અને સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પ્રસ્તાવ મૂકી ત્યાંની સર્વોચ્ચ અદાલતમાં હિન્દુ સમાજ અને પિડીતોને ન્યાય મળે તથા તાત્કાલિક અસરથી ખાના ખરાબી જાન માલની નુકસાની તથા નિર્ભય પણે જીવન વ્યતીત કરી શકે એવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર તથા અન્ય દેશોમાં હિન્દુ સમાજના નાગરિકો સાથે અત્યાચારો કરવામાં આવે છે તે બંધ થાય તથા સમગ્ર હિન્દુ સમાજની જાન માલની સુરક્ષા સુનિશ્ચિત થાય, બાંગ્લાદેશમાં નિવાસ કરતા અલ્પસંખ્યક હિન્દુ સાથે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ આ દુઃખની ઘડીમાં સાથે છે અને પીડિત સમાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આ તકે રાષ્ટ્ર નવનિર્માણ સંઘ, પટેલ સમાજ એસો., હિન્દૂ અસ્મિતા મંચ, આર્ય સમાજ અને ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ સહિતના સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.




Latest News