મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ ઈસમોએ માર માર્યો
SHARE
મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ સગા ભાઈઓએ માર માર્યો
મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની રેકડી ધરાવતા યુવાને ત્યાં આવેલ ગેરેજ વાળા ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તે ગટરમાંથી નીકળતા ગંદા પાણીની દુર્ગંધ આવે નહીં તે માટે ગટરનું ઢાંકણું ન તોડવા માટે યુવાન તથા સાહેદે તેને સમજાવ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ત્રણ સગા ભાઈઓએ યુવાન સહિતના બે વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાનને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તે યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફર્ન વર્લ્ડની બાજુમાં આવેલ આનંદ નગરમાં રહેતા અને શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની લાવી ધરાવતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા (30)એ રમેશ વીરજીભાઈ પરમાર, મનસુખ વિરજીભાઈ પરમાર અને દયારામ વીરજીભાઈ પરમાર રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે તથા સાહેદ તેની નાસ્તાની લારી પાસે હતા ત્યારે રમેશ અને મનસુખ તેમના ગેરેજ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હતા જેથી તેમાં નીકળતા ગંદા પાણીની દુર્ગંધ ન આવે તે માટે થઈને ફરિયાદી તથા સાહેદે ગટર ન તોડવા તેને સમજાવતા રમેશ અને મનસુખએ ફરિયાદી યુવાન તથા સાહેદને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જપાજપી કરી હતી ત્યારબાદ ત્યાં આવેલા દયારામએ લોખંડના પાઇપ પડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો. તથા શરીરે ઇજા કરી હતી તેમજ સાહેદને પણ ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવારમાં ખેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે