મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગમાં બનાવેલ પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી


SHARE









મોરબીમાં ત્રિકોણબાગમાં બનાવેલ પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી

મોરબીના પરબજાર પાસે આવેલ એસબીઆઇ બેન્ક સામેના ભાગમાં ત્રિકોણબાગની અંદર પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તે પાર્કિંગમાંથી અવારનવાર વાહનોની ચોરી થતી હોય છે તેવી જ રીતે તાજેતરમાં બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા બંને યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી (44) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 4367 કરીને મૂક્યું હતું જે 15,000 ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલ (38)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ત્રિકોણબાગના પાર્કિંગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 બીએલ 5487 પાસ કરીને મૂક્યું હતું જે 10,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી વાહન ચોરીના બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News