વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રીએ જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબીના બેલા નજીક કારખાના સામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE
મોરબીના બેલા નજીક કારખાના સામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં કારખાના સામે બાવળની કાંટમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 28,500 ની રોકડ કબજે કરી હતી અને ચારેય શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એસસીસી સિરામિક સામે બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મુન્ના ઉર્ફે લાલો અનવરભાઈ રાજા (29), સાહિલ ઓસમાણભાઈ નારેજા (25), હસમુખ માવજીભાઈ રૂપાલા (44) અને અજય નાનજીભાઈ જેઠલોજા (30) રહે. બધા બેલા ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 28,500 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો મોદી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા નીચે પટકાતાં સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેરોનાઈટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગુડ્ડી ભૂરીયા (20) નામની યુવતી કોઈ કારણોસર લેબર કોલોનીમાં છત ઉપરથી પગ લપસતા નીચે પટકાઈ હતી જેથી તેને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
માળિયા તાલુકાના કુંભારીયા ગામે રહેતા કાનજીભાઈ ખેંગારભાઈ હુંબલ નામના વ્યક્તિ બાઈક લઈને પોતાના ખેતરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.