મોરબીમાં સ્કાય મોલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબી : માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંદીપ કાલરીયાની વરણી
SHARE
મોરબી : માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંદીપ કાલરીયાની વરણી
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને યુવા આગેવાન સંદીપભાઈ કાલરીયાની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા દ્વારા માળિયા(મિં.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યુવા આગેવાન સંદીપભાઈ કાલરીયાની માળિયા(મિં.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.