વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા


SHARE











મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડયું હતું સમગ્ર રાજ્યમાં તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો થકી રવિ સીઝનમાં રવિ પાકોના વાવેતર, તેની જાળવણી વિશે માર્ગદર્શન મળે, કૃષિ પ્રદર્શનનું આયોજન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત અને વિવિધ ખેડૂતલક્ષી સહાયની જાણકારી મળે તેવો સરકારશ્રીનો હેતુ રહેલો છે. દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમોમાં હજારો ખેડૂતો લાભાન્વિત બને છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં મોરબી જિલ્લાના અનેક ખેડૂતો સહભાગી બન્યા હતા. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોરખીજડીયા ખાતે આયોજિત મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં અનેક પ્રકારની કૃષિલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ ફાર્મની મુલાકાત અને પ્રાકૃતિક કૃષિના જાણકારો દ્વારા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા વેચાણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેનાથી તેમને પ્રોત્સાહન મળે, લોકો સુધી શુદ્ધ, સારી ગુણવતાયુક્ત વસ્તુઓ પહોંચે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પ્રોત્સાહન મળે. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.




Latest News