મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ
વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ
SHARE
વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ
મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક યુવાનની ઓળખ થઈ શકી ન હોય તેના વાલીવારસને શોધવા માટે હવે વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં વાંકાનેર પોલીસના જણાવ્યા પ્રમાણે આ મરણજનાર અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષનો હતો.વાંકાનેરના રાણેકપર ફાટકથી ઢુવા તરફ રેલ્વે લાઇનમાં મોરબીથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં ચાલુ ટ્રેનમા પોતાની જાતને પડતુ મુકી ટ્રેનમાં આવી જતા ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય આ મરણજનાર અજાણ્યો યુવાન શરીરે પાતળા બાંધાનો વાને શ્યામ વર્ણો, ઉચાઇ આશરે સાડા પાચેક ફુટ તથા શરીરે દુધીયા કલરનો લાલ સફેદ પટ્ટા વાળો શર્ટ અને નીચે પીળા કલરનું ટી-શર્ટ પેહરેલ તથા મહેદી કલરનું પેન્ટ પેહરેલ છે.તેમજ મરણજનારના જમણા હાથમા કાળા કલરની રીબીન પહેરેલ છે.તેમજ જમણા હાથના બાવળા પર અંગ્રેજીમા કેપીટલમા "RAS" વાંચી શકાય તેમ જોવામા આવેલ હોય તેમજ અન્ય શબ્દો વંચાયેલ ન હોય તેમજ મરણ જનારના નામ ઠામ તથા તેના વાલી વારસ મળી આવેલ ન હોય આ અજાણ્યા પુવાનની લાશ હાલ વાંકાનેર સરકારી દવાખાને કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવેલ છે અજાણ્યા યુવાન કે તેના વાલી વારસ અંગે કોઇને કોઇ જાણકારી હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૧ અથવા તપાસ અધીકારી વનરાજસિંહ ઝાલા (મો.૯૦૯૯૦ ૦૦૬૫૭) વ સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ગણેશભાઈ રણછોડભાઈ રાયકા નામના ૨૩ વર્ષના યુવાનને રફાળેશ્વર ગામ પાસે આવેલ બાપાસીતારામ મંદિર પાસે બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના રાજપર-ખાનપર રોડ ઉપર બન્યો હતો ત્યાં પણ સામસામે બે બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં વિકાસ દીનાનાથ શર્મા (ઉંમર ૪૦) હાલ રહે.રાજપર વાળાને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે