મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી


SHARE











વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી

વર્તમાન સમયમાં એનકેન પ્રકારે લોકોની સાથે મોટા આર્થિક ફ્રોડ કરવામાં આવતા હોય તેવું જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને નફો કરવી આપવાનું કહીને તેમજ જુદી જુદી એજન્સીની ફ્રેન્ચાઇઝી આપવાની વાતો કરીને વિશ્વાસમાં લીધા બાદ લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીમાં રહેતા મહિલાને કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ તેની પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 38.32 લાખ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા જોકે આજ દિવસ સુધી ફ્રેન્ચાઇઝી આપવામાં આવી નથી અને પૈસા પાછા આપેલ નથી જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક મોબાઈલ અને ચાર બેન્ક એકાઉન્ટ નંબરના ધારકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજલક્ષ્મીબેન બાલાજીરાવ પ્રીંજલા જાતે દેવાંગએ મોબાઇલ નંબર 90386 57572 તથા Union Bank of India બેંક એકાઉન્ટ નંબર 300801010521733, Bank of India બેંક એકાઉન્ટ નંબર 490020110000787, Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60501959211 તથા Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60504778312 ના ધારકોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીએ ગુનાહિત કાવતરું કરીને કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી વાતો કરી હતો અને ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈને ભરોસો કેળવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ સમયે અને તારીખે જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 38,32,299 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદી મહિલાને આજ દિવસ સુધી કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપી નથી અને ફરિયાદીએ રોકાણ કરેલ રૂપિયા પણ તેને પરત આપવામાં આવ્યા નથી જેથી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવી છે જેને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ પીઆઇ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.




Latest News